Home Blog

જ્યારે સબરીમાલા પર આટલો ઝડપથી નિર્ણય આવી શકે છે તો રામ જન્મભૂમિ કેસમાં વિઘ્ન કેમ?: કાયદા મંત્રી

0

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સુપ્રીમ કોર્ટને રામ જન્મભૂમિ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ ચલાવવાની માંગણી કરી છે.

 

બોલિવુડ સ્ટાર સહિત હજારો લોકો કઠુઆ અને ઉનાઉ રેપ કેસ મામલે વિરોધ પ્રદર્શન કર્યું

0

કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલી શરમજનક ઘટનાને લઇને સમગ્ર દેશમાં રોષ છે. આવામાં બોલિવુડ કલાકારોએ પણ દોષિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી.

રાહુલ ગાંધીના ઉપવાસ પહેલા છોલે-ભટુરે ખાતા દેખાયા કોંગી નેતાઓ

0

દેશમાં કથિત દલિત ઉત્પીડન વિરૂદ્ધ મહાત્મા ગાંધીના સમાધિસ્થળ રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉપવાસને જુદા જુદા કારણોસર કોંગ્રેસની જ ફજેતી કરાવી.એક તરફ રાહુલ ગાંધી ધરણા પર બેઠા તે પહેલા સિખ રમખાણોના આરોપી કોંગ્રેસના નેતા જગદીશ ટાઈટલકર અને સજ્જન સિંહને પાછા કાઢી મુકવામાં આવ્યાં, ત્યાં બીજી તરફ એવી પણ તસવીરો સામે આવી હતી જે કોંગ્રેસ માટે હાસ્યાસ્પદ બની.

આ તસવીરમાં કોંગેસના નેતા અરવિંદર સિંહ લવલી, હારૂન યૂસુફ છોલે ભટૂરે ખાતા નજરે પડ્યાં હતાં. તેમની સાથે ટેબલ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકન સહિતના બાકી નેતાઓ પણ હાજર હતાં.

અમદાવાદ : નવરંગપુરાના ફ્લેટમાં આગ, બિલ્ડિંગમાંથી ધુમાડાના ગોટા ઉડ્યા.

0

 

અમદાવાદના નવરંગપુરામાં આવેલી બિલ્ડિંગના ફ્લેટમાં આગ લાગવાનો આજે સવારે બનાવ બન્યો છે. વિવાન ફ્લેટ-3માં ઉપરના માળે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બૂઝવવાની કામગીરીમાં લાગી હતી.

આગના કારણે ફ્લેટમાં દોડધામ મચી હતી, તેમજ અન્ય રહેવાસીઓના જીવ પણ પડીકે બંધાયા હતા. હાલ આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી.

સલમાન ખાનની જામીન અરજી પર થઇ સુનવણી, 2 વાગ્યે ચુકાદો

0

 

સલમાન ખાનની બેલની અરજી પર જોધપુરની કોર્ટમાં સુનવણી પૂરી થઇ ચૂકી છે. સુનવણી બાદ બહાર ગયેલા વકીલે કહ્યું કે તેના પર બપોરે 2 વાગ્યે નિર્ણય આવી શકે છે. કોર્ટમાં બેલ પર ચર્ચા દરમ્યાન સલમાનના વકીલોએ કહ્યું કે તેમણે 20 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ દરમ્યાન કયારેય કોર્ટની અવહેલન કરી નથી, એવામાં તેમને રાહત આપવી જોઇએ. સલમાનના વકીલોએ સાક્ષી પર પણ પ્રશ્ન ઉભા કર્યા, તેના પર સરકારી પક્ષે કહ્યું કે સાક્ષીના નિવેદનને સીજેએમ કોર્ટે સ્વીકાર કર્યો હતો. એવામાં અહીં પણ તેમના નિવેદનોને માનવા જોઇએ. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ કેસમાં દલીલો આવી ચૂકી છે અને લંચ બાદ તેના પર નિર્ણય સંભળાવાશે.

સુનવણી દરમ્યાન સરકારી વકીલે સલમાન ખાનની જામીનનો વિરોધ કર્યો. સલમાન ખાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે આ અવસ પર કોઇપણ પ્રકારના પુરાવા ઘટનાથી સંબંધિત મળ્યા નથી. કોર્ટની સુનવણી દરમ્યાન પરિસરથી બહાર આવેલા એક વકીલે કહ્યું કે શુક્રવારના રોજ સુનવણી દરમ્યાન નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો નહોતો પરંતુ બંને પક્ષોની તરફથી દલીલો બાકી હતી, જે શનિવારના રોજ પણ ચાલુ રખાઇ. કોર્ટની સુનવણીના સમયે સલમાન ખાનની બહેન અલવીરા અને અર્પિતા સિવાય તેમનો બોડીગાર્ડ શેરા પણ કોર્ટમાં હાજર હતો. આની પહેલાં સેશન કોર્ટના જજ રવિન્દ્ર જોશીએ સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવ્યા બાદ સીજેએમ કોર્ટના જજ ખત્રી સાથે મુલાકાત કરી હતી.

આપને જણાવી દઇએ કે શુક્રવારની સાંજે રાજસ્થાન સરકારે 87 જજોની ટ્રાન્સફર કરી દીધી હતી. તેમાં શુક્રવારના રોજ સલમાનની બેલ અરજીની પણ સુનવણી કરનાર જજ રવિન્દ્ર કુમાર જોશી પણ સામેલ છે. ત્યારબાદ તેના પર સસ્પેન્સ રખાયું હતું કે આખરે તેની બેલની અરજી પર સેશન કોર્ટમાં સુનવણી થશે કે નહીં. જો કે કોઇ જજના ટ્રાન્સફરના નિર્ણયના અમલમાં એક સપ્તાહથી 10 દિવસ સુધીનો સમય લાગે છે. આથી રવિન્દ્ર કુમાર જોશીએ જ બેલની અરજી પર સુનવણી કરી.

કચ્છ: સવારના 6 થી 2 વાગ્યા સુધીનો વરસાદ

0

સવારના 6 થી 2 વાગ્યા સુધીનો વરસાદ

રાપર: 76MM

ભુજ: 14MM

લખપત: 23MM

જિયોનો નવી ધન ધના ધન ઑફર…..

0

રિલાયન્સ જિયોના નવા પ્લાન બાદ આઇડિયા સેલ્યુરે પણ ટક્કર આપવા માટે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને 84GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે. આ પ્લાનની કિંમત 453 રૂપિયા છે. આ પ્લાન જિયોના 399 રૂપિયાના પ્લાન ટક્કર આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે.

આઇડિયાના આ પ્લાનમાં દરરોજ 1GB ડેટા મળશે, જેની વેલિડિટી 84 દિવસો એટલે કે લગભગ 3 મહિના માટે રહેશે. જોકે આઇડિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કૉલ લિમિટેડ છે. યૂઝર્સને દરરોજના 360 મિનિટ મળશે જ્યારે 1200 મિનિટ દર અઠવાડિયાની મળશે. જો નક્કી કરેલી મિનિટ પૂરી થઇ જતા દર મિનિટના 30 પૈસા આપવા પડશે અને 1 GB ડેટાથી વધારે ડેટા યૂઝ થાય તો 4 પૈસા પ્રતિ 10kb ડેટા મળશે.

એરસેલનો 348 રૂપિયાનો પ્લાન:

આ પ્લાનમાં યૂઝરને દર દિવસે 1GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ મળશે, જે 84 દિવસો માટે વેલિડ હશે. જેનો મતલબ છે કે 348 રૂપિયામાં 84GB ડેટા અને અનલિમિટેડ કૉલિંગ યૂઝર્સને મળશે. આ નવા એરસેલ પ્લાનનું નામ FRC 348 છે. જે હાલમાં માત્ર ઉત્તર પ્રદેશના યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ પ્લાનમાં 84 દિવસોમાં યૂઝર અનલિમિટેડ કૉલિંગ અને STD કૉલ કરી શકશે. જોકે કસ્ટમર્સને આ પ્લાનમાં 3G સ્પીડ મળશે.

જિયોનો નવી ધન ધના ધન ઑફર:

જિયોના યૂઝર્સનું અનલિમિટેડ ઑફર જૂલાઇ મહિનામાં પૂરી થવાની હતી. આ પહેલા જિયોએ નવો ટેરિફ પ્લાન લોન્ચ કરી દીધો છે. જેમાં 399 રૂપિયામાં કસ્ટમર પોતાના ધન ધના ધન ઑફર એક્સટેન્ડ કરી શકે છે. 1GB ડેટા પ્રતિ દિવસના હિસાબે 84GB ડેટા 84 દિવસ માટે મળશે અને સાથે જ અનલિમિટેડ લોકલ અને STD કૉલિંગ મળશે. આ સિવાય કંપનીએ કેટલાક નવા પ્લાન પણ લોન્ચ કર્યા છે. પ્રીપેડ યૂઝર્સ માટે 19 રૂપિયાથી શરૂ થઇને 9999 રૂપિયા સુધીનો પ્લાન ઉપલબ્ધ છે. જ્યારે પોસ્ટપેડ યૂઝર્સ માટે 399 પ્લાનમાં 90GB ડેટા મળશે જેની વેલિડિટી 90 દિવસોની છે.